આઇટી બિઝનેસ ડેલીગેશન ગુજરાતના આઇટી અને ઇગવર્નન્સથી પ્રભાવિત


  • એશિયન દેશોનું આઇટી બિઝનેસ ડેલીગેશન ગુજરાતના આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇગવર્નન્સથી પ્રભાવિત
  • મુખ્યમંત્રીશ્રી સાથે સૌજ્ન્ય બેઠક યોજીઃ ગુજરાતમાં આગામી વર્ષે ઇન્ડીયા સોફટસમિટ યોજવાની તત્પરતા

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા એશિયન દેશોના ઇન્ફરમેશન ટેકનોલોજી સેકટરના ર૮ સભ્યોના વ્યાપાર વાણિજ્ય પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક, ઇગવર્નન્સ અને આઇટી ઇન્સેન્ટીવ પોલીસી સહિતના અનેકવિધ નવા આયામોથી પ્રભાવિત થઇને ગુજરાતમાં આઇટી ક્ષેત્રે બિઝનેસ પાર્ટનરશીપ માટેની તત્પરતા વ્યકત કરી હતી.

ગુજરાતની મૂલાકાતે આવેલા આ એશિયન બિઝનેસ ડેલિગેશનમાં ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, ફિલીપાઇન્સ, મ્યાનમાર, વિયેટનામ સહિતના એશિયાના વિવિધ દેશોના આઇટી ક્ષેત્રની કંપનીઓના બિઝનેસ અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રી સાથે સૌજન્ય બેઠક યોજીને અમદાવાદમાં ઇન્ડોએશિયન આઇટી બિઝનેસ એલાયન્સ મીટનું આજે આયોજન કર્યું હતું અને આગામી વર્ષે ગુજરાતમાં ઇન્ડિયાસોફટઃર૦૧૧ યોજવાના આયોજનની પણ રૂપરેખા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના આઇટી ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ નેટવર્ક, ૬પ૦૦૦ કી.મી.નું ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક, ર૪હૃ૭ નિરંતર સુનિશ્ચિત વીજપૂરવઠો સૌથી વધુ ટેલીકોમ્યુનિકેશન ડેન્સીટી, રાજ્ય સરકારનું પ્રોએકટીવ ઇગવર્નન્સ, ન્યાયતંત્રમાં ઇકોર્ટની આગવી પહેલ, બધી ૧૩૬૯૩ ગ્રામ પંચાયતો ઇગ્રામ બ્રોડબેન્ડ કનેકટીવિટીની સુવિધા અને આઇટી ઇન્સેન્ટીવ પોલીસીની વિશેષતા આ વિદેશી આઇટી બિઝનેસ ડેલિગેટોને સમજાવી હતી.

રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી અગ્ર સચિવશ્રી રવિ સકસેના અને મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા.

Write to Narendra Modi,
what you feel about this post

 


Comments (1)

3/8/2010 8:57:33 PM #

respected  sir,
       my  self  biren doshi  from gujrat.
sir  i  am  your big fane.

      i am student of engineering  from g.h.patel in v.v.nagar.i  would to  like  your  work for the IT(information and technology)  and CP(computer) department bcoz  my  friend  chetas maheta is also  study  in  a c.p deparment.i  am  very  happy  for  ur good working.
                             thankyou  sir..

biren h doshil India |

Media List

આઇટી બિઝનેસ ડેલીગેશન ગુજરાતના આઇટી અને ઇગવર્નન્સથી પ્રભાવિત
મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છા આપતા ભાજપાના મહિલા ધારાસભ્યો
સેવાના ૧૦૦ કલાક સમયદાનમાં સામર્થ્ય બતાવે મુખ્યમંત્રીશ્રી
નારીશકિતનું ગૌરવ કરતા મુખ્યરમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રીનું શહેરી ક્ષેત્રના સાડાત્રણ હજાર જનપ્રતિનિધિઓને આહ્વાન
ધૂળેટીની સંધ્યાએ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી વસંતોત્સવમાં
મુખ્યમંત્રીશ્રીને ઓઇલગેસના સારકામ માટેની આધુનિક ટેકનોલોજી પંપની પ્રતિકૃતિ અર્પણ
ગરીબો ખેડૂતો મહિલાઓ યુવાનો દલિતોના આશા અરમાનો રોળાઇ ગયા
ગુજરાતનું અંદાજપત્ર : ર૦૧૦-ર૦૧૧
મુખ્યમંત્રીશ્રીનું રેલ્વે બજેટ અંગે નિવેદન