- વિભિન્ન પ્રાદેશિક સંસ્કૃતિની પરંપરાગત લોકનૃત્યો નિહાળવા ઉમટેલાં વિશાળ જનસૂમદાય સાથે લોકકલા માણી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગાંધીનગરના સંસ્કૃતિકુંજમાં યોજાઇ રહેલા ભારતીય રાજ્યોની વિભિણ પ્રાદેશિક સંસ્કૃતિની પારંપરિક વિરાસત એવા લોકનૃત્યોના સમારોહ વસંતોત્સવમાં ધૂળેટીની સંધ્યાએ ઉપસ્થિત રહી હજારો નાગરિકોના ઉત્સવમાં સહભાગી બન્યા હતા.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા અને સચિવશ્રી ભાગ્યેશ જહા સહિત માહિતી કમિશ્નરશ્રી વી. થીરૂપુગલે મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભારતના વિવિધ પ્રદેશોની સાંસ્કૃતિક ઝલકને રજૂ કરતા અદ્દભૂત લોકનૃત્યોના કલાકારોકસબીઓને પ્રોત્સાહિત કર્યા હતા.